_____________________________
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
નથી સમજી શક્યા પ્રેમને એ જિંદગી શું જીવવાના???
એહસાસ થશે સાચા પ્રેમનો ત્યારે રાત્રે જાગી જાગીને રડવાના...
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
_____________________________
શ્વાસથી છે સગાઇ જીવું છું,
આમ તો ખોટ ખાઇ જીવું છું…
મેદનીથી કપાઇ જીવું છું,
મારી ભીતર લપાઇ જીવું છું…
હું ગુનેગાર તો નથી તો પણ,
પંડથી પણ છુપાઇ જીવું છું…
શ્વાસની તો નથી ગતાગમ પણ,
વાંસળીમાં પુરાઇ જીવું છું…
સ્પર્શ કરશો તો માત્ર ખાલીપો,
હું તો સ્મરણે સમાઇ જીવું છું…
આ ગઝલ મારી છે હયાતી પણ,
તારે હાથે લખાઇ જીવું છું…❤👈💋😘
_____________________________
પતંગિયું થોડીક ક્ષણો માટે જીવે છે તોય.,
દરેક ના જીવન માં રંગ પૂરતું જાય છે.,
_____________________________
આજે ધાબા પર દોરાની ઘુચ ઉકેલતા લોકોએ સંબંધો ની ઘુચ પણ ક્યારેક ઉકેલવી જોઈએ
--- ઉત્તરાયણ જ્ઞાન ( સુશાંત ધમેચા )
_____________________________
*માનવ* જાતની એક *ખાસિયત* છે કે *હાજર* વસ્તુનો *આનંદ* લેતી નથી પરંતુ *ગેરહાજર* વસ્તુઓ માટે *વલખાં* મારે છે
_____________________________
ભાષાતંર ના કરો મારી લાગણીઓનું
કેમ કે
એમાં પૂર્ણવિરામ કરતા અલ્પવિરામ વધારે છે.....❤😉✌
_____________________________
સંબંધની
બટકણી ડાળ પરથી
ખરતાં રહ્યાં
મારાં સપનાઓ
એક પછી એક...
હવે
થાક લાગે છે
નવા ફળદ્રુપ પ્રદેશની શોધમાં
ભટકવાનો...
_____________________________
સાંજ ઢળતી હોય ત્યારે
માથે હાથ ફેરવતાં ફેરવતાં
સાસરેથી આવેલી દીકરી આપણને કહે –
‘તમે ખૂબ થાકી ગયા છો પપ્પા, પાણી આપું ?
થોડોક આરામ કરતા હો તો ?’
ત્યારે
આપણે એકાએક સભાન થઈ જઈએ છીએ
ધીમે ધીમે હવે આપણી જ દીકરી
આપણી મા બનતી જાય છે.
– વિપિન પરીખ
_____________________________
મારી દીકરી મને બહુ ગમે છે
નાની અમસ્તી, બોલતી, રમતી,
ફોટા જેવી ઢીંગલી.
દોડતાં દોડતાં પડી જાય છે ત્યારે
ફૂલના ઢગલા જેવી લાગે છે
કાંઈ પણ ખવડાવો તો એ
ડ્રેસ ઉપર જરૂર નાંખે છે તોય એ
ગંદા થતા જ નથી.
એ ખિલખિલાટ હસે છે ત્યારે
ખોબલો ધરી હાસ્ય ભેગું કરી
પર્સમાં મૂકી દઉં છું હું
પછી આખો દિવસ એ પર્સ ખોલી
દીકરીના હાસ્યથી મારા ચહેરાને
ભર્યા કરું છું.
દીકરી મોટી થઈ જશે ત્યારે ?
– મીનાક્ષી કૈલાસ પંડિત
_____________________________
પાનખર ન આવવા દેતાં,
કેમ કે વિશ્વાસના વૃક્ષ ફરી લીલાછમ નથી થતા;
યાદ રાખજો સાહેબ,
લાગણીના ફ્રેક્ચર પર ક્યાંય પ્લાસ્ટર નથી થતા....
સાયબા પ્રેમ તો એવો છે કે વાયદો ભુલાસે નહી,
પણ આ સમાજના કાયદા આવવા દેસે નહી. ....
--------------------------------------------
No comments:
Post a Comment