Sunday, 22 January 2017

āŠ—āŠ°્āŠĩિāŠēો āŠ—ુāŠœāŠ°ાāŠĪી - 2

_____________________________

🌷સાવ સહેલું સુખ માં છલકવુ.. . !
ખુબ અઘરું દુખ માં મલકવુ.. . . !🌷
_____________________________

ટેવાઈ ગયો છે હવે મોગરો મધમાખીના આતંકથી,
ડંખને પણ મીઠો સ્પર્શ કહે છે,
એ પણ નઝાકતથી..
_____________________________

અગર લખે કદી મને તું,
તો એક સ્મિત માત્ર લખજે.
તારા અક્ષરોમાં પણ ઉદાસી
નહિ કદી જોઇ શકું હું....
_____________________________

હશે જો  વિચારો  સમયથી હઠીલા
બધાથી જુદી એ હશે કામયાબી .

કવિ જલરૂપ
મોરબી .
_____________________________

ઘણાં વખતથી મળ્યું નથી,
મૌત મારુ કેવું હશે…

ઘડીક નીરાંતે સુતુ હશે,
કે જીવતર મારુ લેવું હશે…

અંધારા મા છુપું હશે,
કે છડેચોક આવતું હશે…

કરતું કોઇનું કતલ હશે,
કે શ્વાસ મારા ગણતું હશે…
🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
_____________________________

❣❣❣❣❣

એક નજર કર,
યા એક જામ દે,
ગમોને દફનાવું છે,
યા મેને એક સાંજ દે..
વ્યોગ થયો યુગ યુગ નો હવે.
મિલન ની હવે તો એક રાત દે....
મને એક નજર દે...
યા મને એક જામ દે...

હબીબઅલી....

❣❣❣❣❣❣❣❣❣❣
_____________________________

*ગઝલ* - મુકેશ દવે
ઉન્નતિના શિખર પર ચડી ગયેલો;
એથી ગબડતો હું પડી ગયેલો.

મારા મ્હેકતા દેહમાં ગયો'તો,
અંદર એક માણસ સડી ગયેલો.

ટહુકો થૈ હું રેલાયો ડાળડાળે,
જ્યાં એક ઈશારો અડી ગયેલો.

ડૂબ્યો શોધવા ગંગમાં પરંતુ,
મારામાં મને એ જડી ગયેલો.

દર્દ પણ પહોંચી ગયું અહીં તો,
છેવટ એની સાથે લડી ગયેલો.

✍;- મુકેશ દવે
_____________________________

*હાયકુ*

સ્વાગતમ કૈ
મહેફિલ, મિત્રો ની
રંગ જમાવો.

પાનખર થૈ
ત્યાગ્યા, જીણઁ પણઁ ત્યાં
નુતન સૃષ્ટિ.

કાજલ
કિરણ પિયુષ શાહ
_____________________________

દુઃખ દર્શાવુ તો મને ભૂલી જશે આ જમાનો
આવ્યો હસતો ચહેરો તો માત્ર પરિચય માટે છે

તળિયે અનેક તોફાન લઇને ફરું છું
આ શાંત સપાટી કેવળ અભિનય માટે છે....$
_____________________________

હજુ રાત વિરહની વીતી નહોતી ને,
હંમેશ માટે વિદાય આપી એ ક્યાં ચાલ્યાં ગયાં છે ?

અજાણે કોઇ દર્દ દિલને દેતાં ગયાં
કોઇ તો જણાવો મને,
કે એ ક્યાં ચલ્યા ગયાં છે ?

જીંદગીભર તડપતા રહેશે
યાદોના એવા ઢગલા કરી
એ ક્યાં ચાલ્યા ગયાં છે ?

તમે જ કહો એ ચાંદ-તારો
મારી આ જીંદગી બદલીને
એ ક્યાં ચાલ્યા ગયાં છે ?

દોસ્ત બની કેવી દોસ્તી નિભાવી
દોસ્તને અધરસ્તે રઝળતો મુકી
એ ક્યાં ચાલ્યાં ગયાં છે ?

હતી ઝંખના બસ

એક લાગણીભર્યા અહેસાસની
દુખનો આ સાગર હાથમાં થમાવી
એ ક્યાં ચાલ્યાં ગયાં છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
_____________________________
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
--------------------------------------------

No comments:

Post a Comment