_____________________________
❣❣❣❣❣
તડફડીયા મારે છે પોસ્ટ મારી
લાઈક માટે
જાતી પરિવર્તન કરવાની ધમકી આપી ગઈ...!
@$
❣❣❣❣❣❣❣❣❣❣❣
_____________________________
ગજબ છે આ લોકો
વાજતે ગાજતે તેડાવે જાન
ખુશીઓનો
અતીરેક થાય
એટલે રડાવે છે દિકરીને
ગજબ છે આ લોકો
હથેળીમાં રાખી ઉછેરે લાડકોડથી
પછી પારકી
થાપણ કહી વળાવે છે દિકરીને
*હિતેશ ઠક્કર....✍🏻*
_____________________________
મારી દીકરી ખિલખિલાટ હસે છે ત્યારે
ખોબલો ધરી હાસ્ય ભેગું કરી
પર્સમાં મૂકી દઉં છું હું.
પછી
આખો દિવસ એ પર્સ ખોલી
દીકરીના હાસ્યથી મારા ચહેરાને ભર્યા કરું છું.
_____________________________
રણમાં નાજુક વેલને ઉગાડું ,
મોર સાથે પેલી ઢેલને જગાડું ,
તું આવીને વરસી જો મુશળધાર ,
લાગણીઓના લગ્નગીત વગાડું ,,!
_____________________________
ફક્ત નજરોથી કત્લ કરી નાંખો,
તકલીફ ન થાય બંનેને,
તમને ખંજર ઉઠાવવાની
અને
મને ગરદન ઝુકાવવાની.
_____________________________
પત્થર શું જાણે ભીનાશ,
તે તો રહે સૂક્કો ને સૂક્કો...
ઢેફો પલળે તો સોડમ છૂટે,
ને ધરતી રહે લીલાશ...
🌹 ❤ 🌹 ❤ 🌹 ❤ 🌹
_____________________________
##જો શબ્દ તું મારા.##
તારે મને છે જાણવો ? જો શબ્દ તું મારા,
તારે મને છે માણવો ? જો શબ્દ તું મારા.
આ આંખ ના માર્ગે પહોંચી ના શકાય દિલે,
તારે મને છે પામવો ? જો શબ્દ તું મારા.
ના કોઇ રીતે પ્રેમ નો તો એકરાર થશે,
તારે મને છે ચાહવો ? જો શબ્દ તું મારા.
તું ના સમજતી હું સરળતા થી સમજ આવું ,
તારે મને છે વાંચવો ? જો શબ્દ તું મારા
જોવો જ છે મરતો મને તો ગઝલમાં જોને!
તારે મને છે મારવો ? જો શબ્દ તું મારા.
-સંદીપ ભાટીયા
_____________________________
❣❣❣❣❣
ફૂટેલી લાલ ટશરો કહે છે ઇશારાથી,
હતો ઉજાગરો મીઠો વીતેલી રાત જુદી છે.
❤👈🏻😊😍
તમારા ભાલ પર આ ચાંદલો કંકુનો રેલાયો,
ભીંજી પ્રસ્વેદથી કાયા,પ્રણયની ભાત જુદી છે.
❣❣❣❣❣❣❣❣❣❣❣
_____________________________
વહેલી સવારે
ફૂલને
ડાળે એકલું
ઝુલતુ જોઇ
મારાથી
અમસ્તુ જ પુછાઇ ગયું
"કેમ એકલતા
મનને કોરી ખાય છે ને..?"
_____________________________
“ના, દોસ્ત
આ સોનેરી
એકાંતની પળે
હું ખુદ અને ખુદાથી
મનના
તાર જોડું છું...!”
🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
_____________________________
❣❣❣❣❣
*સુખના કાયાઁલય માં*
*કદાચ*,
*નિમણૂક કોઈ ઈમાનદાર વ્યક્તિ થઈ છે ,*
આજે અમીરી એકલતામાં કણસતી ,
ને દરિદ્તા ખડખડાટ હસતી થઈ છે.
-હેમલ તિવેદી
❣❣❣❣❣❣❣❣❣❣❣
_____________________________
"શબ્દો માં પ્રેમ"
હવે આંખમાં આવી અંજાય છે...
દરદ પણ ક્યાં કોઈથી સંધાય છે...
નયનમાં તમારા છે કામણ ઘણું...
દિવસ-રાત તુજ ખ્વાબ દેખાય છે...
ન આવ્યા તમે મળવા એકાંતમાં...
તમારી હજી રાહ જોવાય છે...
કલમ ક્યાં લખે છે, લખે છે હૃદય...
તમોને છતાં પણ ક્યાં સમજાય છે...
કહેવું હતું જે તને રૂબરૂ...
કવન "પ્રેમ"ના એ કહી જાય છે...
🌹 ❤ 🌹 ❤ 🌹 ❤ 🌹
_____________________________
❣❣❣❣❣
બઘીય લીટી વિખાય જાય તો ચાલે ,
પણ પસઁનાલીટી ના વિખાવી જોઇ ..🌹
❣❣❣❣❣❣❣❣❣❣❣
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
No comments:
Post a Comment